સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર ક્રિષ્ના હોટલ પાસે કારના કાચ તોડી ત્રણ લાખની ઉઠાંતરી કરી અજાણ્યા શખ્સો રફુચક્કર
તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં ખેડૂત રીવરફન્ટ પાસે પોતાની ગાડી મુકી જમવા ગયા તે દરમિયાન કારમાંથી કોઇ અજાણ્યા શખ્સ ગાડીનો કાચ તોડી ધોળા દિવસે રૂપિયા ૩.૫ લાખ લઇ ગયાની ઘટના સામે આવી હતી. ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી આ બનાવની અંગે મૂળ દૂધઇ હાલ સુરેન્દ્રનગરવાળા બાવકુભાઇ કડપડાએ બનાવ સ્થળેથી જણાવ્યુ હતુ કે, દૂધઈ ગામના તેઓના કૌટુંબીક કાકા દોલુભાઇ કરપડા (ખેડૂત) દૂધઇથી સુરેન્દ્રનગર ખાતે દુકાનનુ બાનુ દેવા માટે આવેલ હતા. જેઓએ બેન્કમાથી ૨.૫ લાખ રૂપિયા ઉપાડયા અને બાકીની રકમ તેઓ ઘેરથી લાવ્યા હતા. આથી આ કુલ રૂા.૩.૫ લાખ તેમણે ગાડીની ડેકીમાં મુકીને બપોરના સમયે ગાડી મુકી જમવા ગયા હતાં.જયારે જમીને પરત ફરતા પોતાની ગાડીના કાચ તૂટેલી હાલમાં હતા અને ગાડીની ડેકીમાં રૂપિયા ન હતા. આથી તેઓને અંદાજ આવી ગયો હતો કે પોતાની ગાડીમાં કોઇ તસ્કર પૈસાની ચોરી કરી લઇ ગયેલ છે. આ ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે આ અંગે બી ડીવીઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ભોગ બનનાર ખેડૂત દોલુભાઇ કરપડા તેમજ ગાડીની તલાશી લઇ નાશી છુટેલા તસ્કરને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતાં.