DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ ગોધરા રોડ ના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શિવરાત્રીના પાવન અવસરે શિવજીની શાહી સવારી નીકળી

તા.૧૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ગોધરા રોડ ના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શિવરાત્રીના પાવન અવસરે શિવજીની શાહી સવારી નીકળી

​આજે આખું દાહોદ શિવમય બન્યું છે. મહાશિવરાત્રીના પાવન અવસરે ભોલેનાથની શાહી સવારી નીકળતા ભક્તોમાં અદભૂત આનંદ છવાઈ ગયો હતો . ગોધરા રોડથી નીકળેલી આ યાત્રામાં ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો દાહોદમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ચોથી વખત શિવયાત્રા માટે શિવજીકી સવારીની શોભાયાત્રા ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શિવયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શિવજીની મનમોહક પ્રતિમા જ્યારે નગરચર્યાએ નીકળી, ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી વિવિધ ધાર્મિક ઝાંખીઓ જેમાં યુવાનોએ પોતાના સાહસિક કરતબો બતાવીને અનેરું આકર્ષણ જમાવ્યું હતું .અમરનાથ ગુફાની મનોહર ઝાંખીએ દાહોદના આંગણે કાશ્મીર જેવો અહેસાસ કરાવ્યો.હતો અને શિવ-પાર્વતીના વેશમાં કલાકારો:પણ જોવા મળ્યા હતા જેમાં શિવ-પાર્વતી બનેલા ખેલૈયાઓના નૃત્યએ રસ્તા પર જ કૈલાશ જેવો માહોલ સર્જી દીધો હતો.સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં ભક્તોએ ઠેર-ઠેર સ્વાગત કર્યું હતું.રંગેચંગે નગરચર્યા બાદ આ શોભાયાત્રા જ્યારે પૂર્ણ થઈ, ત્યારે તમામ ભક્તો માટે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શિવભક્તિના આ મહાકુંભમાં દાહોદના શ્રદ્ધાળુઓએ દર્શનની સાથે મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!