BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠામાં ઈતિહાસીક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી ના દિવસે ભક્તોનું ઘોડાપૂર..બમ બમ ભોલે ૐ નમઃ શિવાય નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા હતા

16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠામાં ઈતિહાસીક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી ના દિવસે ભક્તોનું ઘોડાપૂર..બમ બમ ભોલે ૐ નમઃ શિવાય નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા હતા.પાલનપુર સહિત બનાસકાંઠામાં વિવિધ પૌરાણિક ઐતિહાસિક મંદિર માં મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો સવારથી જ દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી જેમાં બાલારામ મહાદેવ .મુકેશ્વર મહાદેવ .હાથીદરા હર હર મહાદેવ બાજો ઠીયા મહાદેવ. વિશ્વેશ્વર મહાદેવ. તેમજ પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ રામેશ્વર મહાદેવ દરેક શિવ મંદિરોમાં શિવ ભક્તોએ બીલીપત્ર .જળા અભિષેક. તેમજ પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવી હતી જોકે બાલારામ જેવા શિવ મંદિરમાં ભક્તો દ્વારા ફરાળ તેમજ જાની વ્યવસ્થા કરવામાં આવી હતી.દેવોના દેવ મહાદેવની કૃપા મેળવવા પરમ અવસર એવા મહાશિવરાત્રીના શરૂઆત યોગનો શુભ સંયોગ સર્જાયો છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતી ભગવાન શિવની પૂજાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે શાસ્ત્રો વિધાન મતે મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુ ઉપર વિજય મળે છેયસ અને કીર્તિ વૃદ્ધિ થાય છે મહામાત ની અંધારી ચૌદસ એ શિવજી અતિપ્રિય રાત્રી છે જોકે આ વખતે શાસ્ત્રો માં જાણકાર પ્રમાણે સવારે બ્રહ્મ મુહૂર્ત સાંજના સમયે અભિષેક માટે વિશેષ યોગ ગણાય છે તેનું ફળ પ્રાપ્તિ થાય છે જેને લઈને શિવ ભક્તોએ આ વખતે પૂજા આરતી અભિષેક મુરત પ્રમાણે લાભ લીધો હતો પાલનપુર સહિત બનાસકાંઠાના જિલ્લા ના શિવાલયોમાં શિવ ભક્તોની મારી ભીડ જોવા મળી હતી ભક્તોએ વિવિધ પ્રસાદ ગોળ બીલી પત્ર તેમજ પાણી. દૂધ .દહીં મધ જેવા અભિષેક કરીને મહાદેવને રીજાવાભક્તોને ભક્તિમાં લિંગ થઈ ગયા હતા કેટલાક શિવ મંદિરમાં રાત્રેૐ નમઃ શિવાય હર હર મહાદેવ ની ધૂનના કાર્યક્રમો તેમજ ભજનો કાર્યક્રમ રાખી ભક્તિમય બની ગયા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!