BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: દિવાળી પર્વ નિમિત્તે પાલેજ પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું


સમીર પટેલ, ભરૂચ

ભરૂચના પાલેજ હાઇવે બ્રિજ નજીક પાલેજ પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નીગરાની હેઠળ પોલીસ કર્મીઓએ પાલેજ ટાઉનમાં આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. હાલ દિવાળીના તહેવારો નજીક હોઇ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને અને દિવાળીના તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવણી થયા એ માટે પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!