GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના પ્રસિદ્ધ મહાકાળી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ૧૨૫ કુંવારિકાઓનું પૂજન અને ભોજન યોજાયું.

 

તારીખ ૨૬/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે શક્તિ ઉપાસનાના ભાગરૂપે કાલોલના પ્રસિદ્ધ મહાકાળી મંદિર ખાતે એક ભવ્ય કન્યા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય દ્વારા આ ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતુ.પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય.આ પ્રસંગે કુલ ૧૨૫ જેટલી કુંવારિકાઓ (નાની બાળાઓ) નું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું અને કાલોલ સ્થિત સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર ખાતે કન્યા પૂજન બાદ તમામ બાળાઓને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવી ભેટ-સોગાદો અર્પણ કરવામાં આવી હતી.ચૈત્રી નવરાત્રીમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે, જેને ધ્યાનમાં રાખીને શેફાલીબેન ઉપાધ્યાય દ્વારા આ સેવાયજ્ઞનું આયોજન કરાયું હતું. મહાકાળી મંદિરના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ૧૨૫ જેટલી કન્યાઓને આદરપૂર્વક બેસાડી તેમના ચરણ પખાળી, કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ તમામ બાળાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!