શહેરા:- ટીંબા પાટિયા થી કાંકણપુર તરફ જતા માર્ગમાં મોટા ખાડા પડી જતા ડાળખા મૂકી દેવાયા
માર્ગમાં પડી ગયેલા ખાડાના સમાર કામ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા ક્યાં ગયા
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
————————–
હાલ ચોમાસાની ઋતુ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે ત્યારે શહેરા તાલુકાના ટીંબા પાટિયા થી કાંકણપુર-ઉદલપુર તરફ જતા માર્ગમાં તાળવા પટેલ ફળિયું અને નિશાળ ફળિયા પાસે મોટા મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હોવાથી તે ખાડા દેખાતા નથી ત્યારે વાહન ચાલકો વારંવાર આ ખાડાઓમાં પડતા હોય છે જેથી સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન થઈ ગયા છે આ ખાડાઓના કારણે કેટલાક બાઇક સવારો નીચે પણ પડ્યા છે પરંતુ તંત્રને તો કઈ દેખાઈ રહ્યું જ નથી આ ખાડાઓમાં વાહન ચાલકો ના પડે એટલા માટે ખાડાઓમાં ડાળી ડાળખા મૂકી દેવાયા છે તો કામદારોને પહેરવામાં આવતા યુનિફોર્મ ડાળખીઓને પહેરાવી ઉભા કરી દેવામાં આવ્યા છે.આ નો મતલબ શુ સમજવો ?
તંત્રને ખાડા દેખાઈ છે કે નહીં ? તંત્ર આ ખાડાઓ પુરશે કે પછી લોકોને નીચે પડતા જોવાના છે ? સરકાર એક તરફ ખાડાઓ પુરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે તો આવા મોટા ખાડાઓમાં ઉપયોગી થશે કે બીજી કોઈ અન્ય જગ્યાએ ? આ રસ્તા ઉપર આ મોટા ખાડાઓના લીધે કોઈ ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ? માર્ગ અને મકાન વિભાગ આ ખાડાઓનું સમારકામ કરશે કે કેમ એ પણ હવે જોવાનું રહ્યું છે?