વિજાપુર લાડોલ રોડ ઉપર જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક સરદાર પુર જતી લાલ કલરની કાર અને બાઈક અથડાતાં બાઈક બે બાઇક સવારો ને ગંભીર ઈજા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ રોડ ઉપર જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક સરદાર પુર જતી લાલ કલર ની કાર અને બાઈક અથડાઈ જતા બે બાઇક સવારો ને ઈજાઓ પોહચી હતી. ૧૦૮ ને અકસ્માત ની જાણ કરવામા આવતા બનાવ સ્થળે આવી પોહચી હતી ઈજાગ્રસ્ત બંને યુવકો ને સારવાર માટે સરકારી હોસ્પીટલમા લાવવા મા આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાઈક ઉપર બેસેલા કાળાજી પ્રતાપજી ઠાકોર ને માથાના ભાગે ગંભીર ઇજાઓ ના કારણે તેમજ ભરતજી શંકરજી ઠાકોર ને શરીર ના ભાગે વધુ ઈજાઓના કારણે વધુ સારવાર માટે હિમતનગર હોસ્પીટલ ખાતે ખસેડવા મા આવ્યા હતા. અકસ્માત ની જાણ પોલીસ ને કરવામાં આવી છે. જ્યારે અન્ય બનાવમાં સાબરમતી પૂલ પાસે દશામાં મંદિર નજીક ટેલર અને ડમ્પર અથડાતાં અકસ્માતો સર્જાયો હતો.જેમાં ડમ્પર પાછો પડતાં બાઈક ડમ્પર ના પાછળના ટાયર મા આવી જતા નુકશાન થયું હતું જોકે બાઈક ચાલક અને પરીવાર બચી જતા જાન હાની ટળી હતી. અક્સનાત ના કારણે લાંબી કતારો જોવા મળી હતી.પૂલ પાસે થયેલ અકસ્માત નીપોલીસ મથકે બાઈક ના માલિકે ફરીયાદ નોંધાવી છે વારંવાર અકસ્માત ના બનાવો ને પગલે લોકોમાં પણ ચિંતાનો વધારો થયો છે.