AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સબીર તાલુકાના ઝાકરાઈબારી પાસે બસ ચાલકે બાઇકને અડફેટમાં લેતા ઘટના સ્થળે એકનું મોંત…

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબિરથી વારસાને સાંકળતા માર્ગનાં ઝાકરાઈબારી નાકા નજીક મહારાષ્ટ્રની ધુલે-આહવા એસટી બસે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા ઘટના સ્થળે મોટરસાયકલ ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજયુ…

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ચીંચવિહીર ગામનો વતની શ્રાવણભાઈ મનસ્યાભાઇ ગાવીત પોતાની મોટરસાયકલ પર સવાર થઈ મહારાષ્ટ્રનાં વારસા ગામ ખાતે ગયા હતા.અહી વારસા ગામથી બોયલર મરઘાઓની ખરીદી કરી મોટરસાયકલ પર બાંધી પરત ચીંચવિહર ગામ આવવા માટે નીકળ્યો હતો.તે દરમ્યાન આહવાથી ધૂલે જઈ રહેલ મહારાષ્ટ્ર એસ.ટી પરિવહનની આહવા-ધુલે એસટી બસ.ન.એમ.એચ.40.એન.9062 એ આ મોટરસાયકલ ચાલકને સુબિરથી વારસાને જોડતા માર્ગનાં ઝાકરાઈબારી નાકા પાસે અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક નામે શ્રાવણ મનસ્યા ગાવીત રે.ચીંચવિહીર તા.સુબિરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યુ હતુ.આ બનાવ સંદર્ભે સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Back to top button
error: Content is protected !!