GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે મારામારીમાં એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો,પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૧૧.૨૦૨૪

 

હાલોલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પોલીસ ચોકી પાસે બુધવારની રાત્રે છુટા હાથની મારામારી થતા ચકચાર મચી જવા પામી હતી.પાવાગઢ બસસ્ટેન્ડ માં થયેલી બોલાચાલી નો ઝગડો હાલોલ બસસ્ટેન્ડ ખાતે થતા એક ઈજાગ્રસ્તને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે ધટના સ્થળે લોકટોળા જામતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાવાટા અને હાલ સંજેલી ખાતે ઠાકોર ફળિયામાં રહેતા અંકુશભાઈ ચંદનભાઈ રાઠવા ગઈ કાલે બુધવારે સવારે તેમની કાર માં તેમની સાથે નોકરી કરતી મહિલા મિત્ર સાથે પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા આવ્યો હતો.દર્શન કરી મહિલા મિત્રને તેમના મામા ના ઘરે મૂકી નીકળી ગયા હતા બપોર બાદ મહિલા મિત્રને તેમના મામા ના ઘરે થી લઇ બંને સંજેલી જવા રવાના થયા હતા. પરંતુ જતા રાત્રી થઇ જશે તેમ વિચારી તેઓ પાવાગઢ બસ સ્ટેન્ડ ની અંદર ગાડી ઉભી રાખી બંને ગાડીમાં પાવાગઢ અથવા હાલોલ ગેસ્ટ હાઉસમાં રોકાવા બાબતે વાતો કરતા હતા. રાત્રિનો સમય હતો ત્યારે એક ઈક્કો ગાડીમાં બે ઇસમો આવી તેમને અંકુશભાઈ ને પૂછ્યું તમે ક્યાંના છો તેમ પૂછતાં સંજેલી ના છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી તેઓ પોતાની કાર લઇ પાવાગઢ થી નીકળી ગયા હતા.રાત્રીના આઠ વાગ્યાના સમય ગાળા દરમ્યાન હાલોલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પોલીસ ચોકી પાસે પોહચતા ઈક્કો ગાડી પાછળ થી આવી તેમની ગાડી આગળ આવી તેમને રોકી ઈક્કો ગાડીમાંથી લોખંડ ની પાઇપ લઇ આવી અંકુશભાઈની ગાડીના આગળના કાચને મારી કાચ તોડી નાખી તેમને ગાડી માંથી બહાર કાઢી લોખંડ ની પાઇપ મોઢા માં મારી ઝપાઝપી કરતા મારથી બચવા ફરીયાદી અંકુશભાઈ એ પણ પોતાની કારમાંથી લાકડી લઇ ઈક્કો ગાડી વાળાને માર માર્યો હતો. ભરચક એરિયામાં મારામારી થતા લોકટોળા થઇ ગયા હતા જેને લઇ ઈક્કો ગાડી વાળા બંને ઈસમો ભાગી છૂટ્યા હતા. બનાવને પગલે ઘટના સ્થળે હાલોલ ટાઉન પોલીસ દોડી આવી હતી થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ ફરિયાદી અંકુશભાઈ ને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં પોલીસ ને અંકુશભાઈ એ ઈક્કો ગાડી ના બે ઇસમો કે જેઓ ને તે ઓળખતા નથી તેમની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.ખરેખર આ મારામારી કેમ થઇ ? કયા કારણોસર આ બંને લોકોને ઝગડો થયો હશે ? પાવાગઢ બસસ્ટેન્ડ ખાતે થયેલ વાતચીત યા બોલાચાલી બાદ ઈક્કો ગાડીના ઈસમો તેની કારનો પીછો કરી હાલોલ સુધી આવી અને કેમ મારા મારી કરી તે પોલીસ તપાસ માંજ બહાર આવી શકે તેમ છે.

Back to top button
error: Content is protected !!