ભરૂચના ઝનોર ખાતે તાલુકા કક્ષાનામાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન…
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બી.આર.સી ભરૂચના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક ઝનોર કુમાર કન્યા શાળામાં રાખવામાં આવ્યું હતું. જેમાં ઝનોર ગામના સરપંચશ્રી તથા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ડાયટના સિનિયર લેક્ચરર તથા ભરૂચ તાલુકાના લાઇઝન અધિકારી શ્રીમતી પ્રીતિબેન સંઘવી તથા બી.આર.સી કો-ઓર્ડીનેટર વિરેન્દ્રસિંહ સોલંકીના પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ રૂચી હોવી જોઈએ તે વિશે બાળકોને સમજ આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝનોર કુમાર – કન્યાના આચાર્યશ્રીઓએ તથા સી.આર.સી કોઓર્ડીનેટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને મહેમાનોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. ભરૂચ તાલુકા માંથી લગભગ 70 જેટલી બાળકોની કૃતિઓને નિહાળી આવનાર મહેમાનોએ બાળકોને શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કોઓર્ડીનેટર્સ ધનિયાવીવાલા સાજીદહુસેન દ્વારા કરવામાં આવ્યું.