AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા હાલમાં 68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ(SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંર્તગત રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૨૧થી ૩૦ નવેમ્બર સુધી રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના જિલ્લાઓમાં યોજાયેલી જિલ્લા કક્ષા સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બોક્સિંગ ખેલાડીઓ આ રાજયકક્ષા સ્પર્ધામાં ચેમ્પિયન બનવા માટે ઉતરશે.

૩૦ નવેમ્બર સુધી યોજાનારી બોક્સિંગ સ્પર્ધાઓમાં વિવિધ કેટેગરી અને વયજૂથની સ્પર્ધાઓમાં મહિલા અને પુરુષ ખેલાડીઓ લઈ રહ્યા છે.
રાજ્યના જિલ્લાઓમાંથી વિજેતા થયેલા બોક્સિંગ ખેલાડીઓ વચ્ચે રાજયકક્ષા સ્પર્ધાઓમાં થશે રસપ્રદ મુકાબલો.

Back to top button
error: Content is protected !!