પાલનપુર આંજણા પટેલ કેળવણી મંડળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોલેજમાં એન.એસ.એસ.દ્વારા પોષણમાસ અંતગર્ત વ્યાખ્યાન યોજાયું
26 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી પટેલ મંડળ સંચાલિત, એન.પી.પટેલ આર્ટસ & એસ.એ.પટેલ કોમર્સ કોલેજ, પાલનપુર તથા રાષ્ટ્રીય સેવા સંઘના એક ભાગ તરીકે સેવાભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તા. 26 સપ્ટેમ્બર 2024ના રોજ NSS વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વક્તા તરીકે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ફરજ નિભાવતા ડૉ. હિતેશભાઈ ચૌધરી આવ્યા હતા. તેમણે પોષણ કઈ રીતે લેવું, કેટલી માત્રામાં લેવું, બહારનો ફાસ્ટફૂડ ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક છે વગેરે મુદ્દાઓને લઈને વિવિધ ઉદાહરણો સાથે અસરકારક વાત મૂકી આપી હતી અને વિદ્યાર્થીઓના પોષણને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ એમણે આપ્યું હતું. ડૉ. હિતેશભાઈની સાથે શ્રી નાનજીભાઈ ચૌધરી (સંધની રીતે પાલનપુર નગર કાર્યવાહની જવાબદારી) શ્રી મહેન્દ્રભાઈ મોર (પાલનપુર નગરસેવા પ્રમુખની જવાબદારી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્યા ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ.એકતાબેન ચૌધરી, પ્રા. કાર્તિક મકવાણા તથા ડૉ. હિરલબેન ડાલવાણિયાએ કર્યું હતું.