GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ

કુલ રૂપિયા ૧૪.૯૬ લાખના બિનહિસાબી જથ્થાને સીઝ કરાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ગોધરા, સ્ટેશન રોડ પર આવેલી મહર્ષિ અજયભાઈ પટેલ સંચાલિત રજનીકાંત એન્ટરપ્રાઈઝ અને ભગવાનદાસ હરીશભાઈ વીરવાણી સંચાલિત સત્યમ સેલ્સ એજન્સી ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન બંને દુકાનોમાં જરૂરી આવક-જાવકના હિસાબો/રજીસ્ટરો જાળવવામાં આવ્યા ન હોવાની ગેરરીતિ સામે આવી હતી. રજનીકાંત એન્ટરપ્રાઈઝમાંથી આશરે રૂ. ૧૨,૯૬,૯૬૦/- ની બજાર કિંમતના ચોખા, તુવેરદાળ અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સત્યમ સેલ્સ એજન્સીમાંથી આશરે રૂ. ૨,૦૦,૦૦૦/- ની બજાર કિંમતનો તેલનો બિનહિસાબી જથ્થો મળી આવ્યો હતો. આમ, બન્ને એજેંન્સીનો મળી કુલ રૂ. ૧૪,૯૬,૯૬૦/- ના બિનહિસાબી જથ્થાને બિનઅધિકૃત સંગ્રહખોરી ગણી સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉપરોક્ત એન્ટરપ્રાઈઝ અને એજન્સીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર, પંચમહાલને જરૂરી દરખાસ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં ખરીદ-વેચાણના જરૂરી રજીસ્ટરો ન નિભાવતા તથા ભારત સરકારના પોર્ટલ પર સ્ટોકની વિગતો ન દર્શાવતા અનાજના વેપારીઓ અને મિલ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પુરવઠા તંત્ર પ્રતિબદ્ધ છે

Back to top button
error: Content is protected !!