હાલોલ: નિર્મળ ગુજરાત સ્વછતા પખવાડિયા અંતર્ગત પાલિકા વિસ્તાર ના ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૬.૨૦૨૪
નિર્મળ ગુજરાત સ્વછતા પખવાડિયા અંતર્ગત આજે પ્રથમ દિવસે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. પ્રાદેશિક કમિશ્નર એસ.પી. ભાગોરા (આઈ એ એસ ) એ સફાઈનું નિરીક્ષણ કર્યું હતું.નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત નિર્મળ ગુજરાત સ્વછતા પખવાડિયાની પ્રવૃત્તિ હાથ ધરવાનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આજે પખવાડીયા ના પ્રથમ દિવસે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.જેને લઇ આજે પ્રાદેશિક કમિશ્નર એસ.પી. ભાગોરા ઉપસ્થિત રહી હાલોલ નગર માં આવેલ વિવિધ મંદિરોની આસપાસની સફાઈનું નિરીક્ષણ કરેલ તેમજ ધાબાડુંગરી ખાતે આવેલ અમૃતવાટિકા ની પણ મુલાકાત લીધી હતી.અને લેગસી વેસ્ટ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું.નગર ના મુખ્ય માર્ગોની સફાઈ બાબતે તેઓએ પ્રસંશા વ્યક્ત કરી હતી.સ્વચ્છતા ઝુંબેશ સરખી ચાલે તે માટે ભારપૂર્વક સૂચના અને માર્ગ દર્શન આપ્યું હતું. પ્રાદેશિક કમિશ્નર ની હાલોલ માં મુલાકાત દરમ્યાન હાલોલ નગર પાલીકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર, જૂનિયર ટાઉન પ્લાનર ઇંદ્રજીત તેજગઢવાલા,ઓફિસ સુપ્રિટેંડેંટ વિરાંગ પરીખ, સિટી સોલીડ વેસ્ટ મેનેજર રીશી શાહ, સિટી આઇ.ટી મેનેજર ધ્રુમિલ સોની, ફાયર ઓફિસર દેવાંગ ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા.આ ઝુંબેશમાં લગભગ ૧૦૦ થી વધુ સફાઈ કામદારો ની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. અને નગરપાલિકા વિસ્તારની અંદર વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરી હતી.