ધો 12 નુ કાલોલ સી બી ગર્લ્સ હાઇસ્કુલ નુ 100 ટકા અને એમજીસ હાઇસ્કૂલનુ 99 ટકા પરિણામ.

તારીખ ૦૪/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વર્ષ 2026માં પંચમહાલ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 88.69% નોંધાયું છે જેમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત કાલોલ એમજીએસ હાઇસ્કુલનુ ઘો 12 વિજ્ઞાન પ્રવાહ નું 89% જ્યારે સામાન્ય પ્રવાહ નું 99.35% આવ્યું છે ત્યારે સી બી ગર્લ્સ હાઇસ્કુલ નુ 100% પરિણામ આવ્યું છે.કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા બન્ને શાળાઓ ના આચાર્ય ને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે અભિનંદન પાઠવ્યા છે જીલ્લામા સામાન્ય પ્રવાહ જેમાં સંતરોડ કેન્દ્ર 98.76% પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તેનાથી વિપરીત, ખોજલવાસા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 69.15% નોંધાયું છે.વિજ્ઞાન પ્રવાહ: આ પ્રવાહમાં ગોધરા કેન્દ્ર 73.98% સાથે જિલ્લામાં સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર બન્યું છે. જ્યારે હાલોલ કેન્દ્ર 71.40% પરિણામ સાથે જિલ્લામાં અંતિમ ક્રમે રહ્યું છે.પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું 88.69% અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું 71.36% પરિણામ આવેલ છે.







