HALOLPANCHMAHAL

હાલોલ ભાજપા કાર્યાલય ખાતે લાયન્સ ક્લબ ઓફ હાલોલ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૯.૨૦૨૪

હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે મેઘા રક્તદાન શિબિર નું આયોજન રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ હાલોલ તેમજ ભારતીય જનતા પાર્ટી હાલોલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી હાલોલ મહાજન મંડળ સંચાલિત પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તથા ઇન્દુ બ્લડ બેન્ક વડોદરા ના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.આ રક્તદાન શિબિરમાં કુલ 77 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન શિબિરનું ઉદ્દઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ વીડીજી દિપક સુરાના દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પ્રમુખ જીતેન્દ્રકુમાર સોની,મંત્રી નીતિનભાઈ શાહ,ખજાનચી નારણભાઈ વરીઆ તેમજ પ્રોજેક્ટ ચેરમેન જલ્પેશભાઈ સુથાર ,મુખ્ય અતિથિ પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર તેમજ ભારતીય જનતા પાર્ટી હાલોલ નગરના પ્રમુખ ડો.સંજયભાઈ પટેલ,મહામંત્રી હરીશભાઈ ભરવાડ,મહામંત્રી રવિભાઈ ઠાકોર,શ્રી હાલોલ મહાજન મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!