HALOLPANCHMAHAL

હાલોલ સ્ટેશન રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અક્સ્માત,બાઇક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થતાં વડોદરા રીફર કરાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૭.૨૦૨૪

હાલોલ સ્ટેશન પર આજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે રવિવારે સાવલી ખાતે રહેતા ચેતનભાઈ ડામોર તથા ઠાસરા ગામે રહેતા તેઓના મિત્ર ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઠાકોર બન્ને બાઇક લઇ પાવાગઢ દર્શન કરવા જતા હતા દરમ્યાન હાલોલ સ્ટેશન રોડ પર તેઓની બાઇક ટ્રક ની પાછળ ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો જોકે બન્ને ઈજાગ્રસ્તોને ઈજાઓ પહોચતા તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાની જાણકારી મળવા પામી છે.જોકે અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા.

Back to top button
error: Content is protected !!