KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નજીક મઘાસર ચોકડી પાસે થી રૂ 20,000/ની મોટરસાઇકલની ચોરી થતા કાલોલ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ‌.

 

તારીખ ૧૦/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં રહેતા અતિક્કુમાર રંગીતભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ તેઓ પોતાની બજાજ સીટી ૧૦૦ મોટરસાયકલ લઈને મસવાડ ગામે માસીની દીકરીને ઘરે જવા નીકળ્યા હતા અને મઘાસર ચોકડી પાસે મોટરસાયકલ ઊભી રાખી પડીકી લેવા ગયા હતા અને પડીકી લઇ પરત આવ્યા ત્યારે મોટરસાયકલ જોવા મળી નહોતી આસપાસ તપાસ કરતા પણ મોટરસાયકલ મળી આવી નહીં જે બાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જીજે ૦૬ એલ એચ ૬૦૨૧ રૂ ૨૦,૦૦૦/ ની કિંમતની મોટરસાયકલ ની ચોરી કરનાર અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!