બકરી ઈદ પૂર્વે કાલોલ પોલીસની તૈયારી: DYSP નવીન આહીરના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

તારીખ ૨૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)નો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવનાર ૨૮ તારીખના રોજ બકરી ઈદ (ઇદ ઉલ અઝહા) ની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે કાલોલના ડીવાયએસપી નવીન આહીર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર.ડી.ભરવાડ પીએસઆઈ પી.કે.ક્રિશ્ચયન સાથે પીએસઆઇ એમ.આર.મોહનીયા ની ઉપસ્થિત વચ્ચે આ બેઠકમાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક, ટ્રાફિક,ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન કાલોલના ડીવાયએસપી નવીન આહીર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.જેમા કાલોલ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ કાલોલ નગર પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા તેમજ કોર્પોરેટરો પ્રતિક ઉપાધ્યાય, સલામભાઈ કોશિયા તેમજ બન્ને કોમના અગ્રણીઓ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વિપુલભાઈ પરમાર,રઝાકભાઇ જાડા, હાજી ફારૂકભાઇ ગોરા, હાજી યુસુફભાઇ બેલીમ, યાકુબખાન પઠાણ સાથે બોરુ ગામના માજી સરપંચ શકીલભાઇ બેલીમ હાજર રહ્યા હતા.પીઆઇ આર ડી ભરવાડ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવાય કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તેવી અપીલ કરી હતી આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઇચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી જ્યાં બન્ને સમાજના આગેવાનોએ શાંતિ પૂર્ણ વાતાવરણ મા ઉજવણી કરવા ખાતરી આપી હતી.









