HALOLPANCHMAHAL

હાલોલમાં મોહરમ પર્વને લઈને રૂરલ પોલીસ મથકે DYSP ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૬.૨૦૨૬

આગામી તા.૨૬ જૂન, શુક્રવારના રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ‘મોહરમ’ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુથી આજે બુધવારના રોજ હાલોલ રૂરલ પોલીસ મથકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક હાલોલ વિભાગના DYSP વી. જે. રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં હાલોલ ટાઉન પોલીસના PI આર. કે. દેસાઈ તેમજ હાલોલ રૂરલ પોલીસના PI વી. એચ.જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન હાલોલ પંથકના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને પરંપરાગત રીતે પર્વની ઉજવણી થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.પોલીસ પ્રશાસન દ્વારા બંને સમુદાયના અગ્રણીઓને પરસ્પર ભાઈચારો અને કોમી એકતા જાળવી રાખીને મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક અગ્રણીઓએ પણ વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!