હાલોલ- GIDC વિસ્તારમાં પ્લાસ્ટિક એકમો પર તપાસ દરમિયાન થયેલા ઘર્ષણ મૂદ્દે 35 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોધાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧.૨૦૨૫
હાલોલ જીઆઇડીસીમાં ગેરકાયદે પ્રતિબંધિત પ્લાસ્ટિક કંપનીનું ચેકીંગ કરવા ગયેલી પાલિકા અને પોલીસની ટીમ સામે અડચણ કરવાનો પ્રયત્ન કરવા કાવતરું રચી ગેરકાયદેસર મંડળી રચી ગમે તેવી ગાળો બોલી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છુટા હાથથી પથ્થરો પોલીસ કર્મચારીઓ તરફ મારવા સંદર્ભે પર 18, વ્યક્તિઓ સામે નામજોગ તેમજ કુલ મળી 35, વ્યક્તિઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલની રિન્કી ચોકડીના નાકા પર ટ્રેકટરની આડાશ મૂકીને પ્લાસ્ટિક ચેકીંગની કામગીરી દરમ્યાન પ્લાસ્ટિક કંપનીઓના અમુક ઉદ્યોગપતિઓ એ પત્થરમારો કર્યો હોવાના બનાવ અંગે હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.હાલોલ જીઆઇડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીઓ અને કંપનીઓમાંથી થતી હેરાફેરી દરમ્યાન કેટલાક ગેરકાયદે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન અને હેરાફેરી કરતા એકમો સામે હાલોલ પાલિકાએ લાલ આંખ કરીને સોમવારે પ્લાસ્ટિક કંપનીઓનું નાકું ગણાતા રિન્કી ચોકડી ખાતેના નાકા પર ટ્રેકટરની આડાશ મૂકીને ગેરકાયદે પ્લાસ્ટિક ચેકીંગની કામગીરી કરવા દરમ્યાન કેટલાક ગેરકાયદે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીઓના માલિકો અને તેમના સાથીઓ એ ચેકીંગ કરતા પાલિકા અને પોલીસની ટીમ સામે હલ્લાબોલ કરી પત્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા પાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા 18 નામો સહિત 35 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.જેમાં ફરિયાદમાં દર્શાવ્યા મુજબ મહાવીર જૈન જે ટોળું ભેગો કરનાર, વિકાસ લાઠી, દિનેશ ઠક્કર, બીટ્ટુ જે વિકાસ લાઠી નો ભાઈ, હિતેશ જૈન, કિશોર જૈન, કિશોર જૈન નો ભાઈ મહાવીર જૈન, કાવેરી પ્લાસ્ટિક વાળા મહાવીર જૈન નો છોકરો, દિનેશ વાપી, મહાવીર તીખી, મહાવીર તીખી નો ભાઈ, અંકુર જૈન રેમન્ડ વાળા, બલિયા, પીન્ટુ રીમઝીમ, અશીયો, વિપુલ બટાકી, હીરાભાઈ તેમજ ગૌરવ તેમજ અન્ય માણસો કુલ મળી 35 માણસો ના ટોળા એ નગરપાલિકાના ચીફ ઓફિસર ની પ્લાસ્ટિક ફેક્ટરી ની ચેકિંગની કામગીરીમાં કરવાનો પ્રયત્ન કરવા કાવતરું રચી ગેરકાયદેસર મંડળી રચી ગમે તેવી ગાળો બોલી સરકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકીયો આપી છુટા હાથથી પથ્થરો પોલીસ કર્મચારીઓ તરફ ફેંકવાના ગુના બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે હાલોલ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.