GODHARAPANCHMAHAL

કાંકણપુર ખાતે પંચ પ્રકલ્પ અંતર્ગત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

શ્રી જે.એલ.કે કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ.ગાર્ડી કોલેજ કાંકણપુર ખાતે પંચ પ્રકલ્પ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા ખેડૂતોના પુત્રોને ગૌ તેમજ પશુપાલન આધારિત પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપવા કોલેજમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ડૉ. અનિલ લકુમ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતી વિશે તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દેશી ગાય પર આધારિત છે.

જેમાં દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300-500 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે.દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીન વધુ ઉત્પાદક બને છે.તેમને વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીના ફાયદા,રાસાયણિક અને દવાઓથી ખેતી થાય છે તેનાથી થતું નુકસાન,તેમાં આરોગ્ય ને પહોચતી હાની તેવું ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે તેમ કહ્યું હતું .આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.એસ.એસ.રખિયાણિયા સાહેબે કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત પુત્રો-પુત્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ પારુલ પરમારે કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!