AHAVADANG

ડાંગ: આહવા ખાતે ઐતિહાસિક”ડાંગ દરબાર” તા.૨ થી ૬ માર્ચ દરમિયાન યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આગમનના એંધાણની સાથે જ, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. સંભવત: આગામી તારીખ ૨ થી ૬ માર્ચ, ૨૦૨૩ દરમિયાન આહવા ખાતે યોજનારા ડાંગ દરબારમાં પધારનારા મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાને અનુરૂપ રાજવીશ્રીઓના સન્માન અને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને, તેમની કામગીરીથી અવગત કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ આ ભવ્ય ભાતિગળ લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કરી હતી. સમિતિના અધ્યક્ષ તથા તેના સભ્યોને તેમની કામગીરી સંદર્ભે પરસ્પર પરામર્શ કરીને તમામ કામગીરીનું સૂચારુ આયોજન સુનિશ્ચિત કરવાની અપીલ કરતાં કલેક્ટરશ્રીએ મેળાના ઉદ્ઘાટન સમારોહ, શોભાયાત્રા, રાત્રિ દરમિયાન આયોજિત સાંસ્ક્રુતિક કાર્યક્રમો, મેળાના પ્લોટ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, આરોગ્ય અને ડિઝાસ્ટર સંબંધિત કામગીરી, સ્વછતા અને સેનિટેશન સહિતના મુદ્દાની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનુ ‘ડાંગ દરબાર’ના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે, તેમનું પરંપરાગત રીતે સ્વાગત/અભિવાદન કરવામાં આવે છે. આ અવસરે રાજ્યના રાજયપાલશ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે. તે પૂર્વે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે. જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આ તમામ કામગીરી બાબતે જિલ્લા વહીવટી તંત્રના ચુનંદા અધિકારી/કર્મચારીઓની વિવિધ સમિતિઓની રચના કરી, જુદી જુદી કામગીરી સોંપી દેવામાં આવી છે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ‘ડાંગ દરબાર’ આયોજન અંગેની આ અગત્યની બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિતે, સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ પણ જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!