HALOLPANCHMAHAL

હાલોલના જૂની ભાટ ગામમાં મકાનમાં અચાનક લાગી આગ, ફાયર ટીમે મેળવ્યો કાબૂ, ઘરવખરી બળીને થઇ ખાખ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૬.૨૦૨૬

 

હાલોલ તાલુકાના જૂની ભાટ ગામમાંથી એક આગની ઘટના સામે આવી છે, જ્યાં એક રહેણાંક મકાનમાં તા.7 જૂન રવિવારના રોજ રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જ્યારે મકાનમાં આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચીને સમયસૂચકતા વાપરી, ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.જ્યારે ભોગ બનનાર મકાન માલિક રાઠવા કોચરભાઈ માન્યાભાઈના ઘરમાં અગમ્ય કારણોસર લાગી હતી જોકે હજી સુધી કારણ જાણી શકાયું નથી અને શોર્ટ સર્કિટ કે અન્ય અગમ્ય કારણોસર લાગેલી આગમાં મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે મકાનમાં રાખેલી રોકડ રકમ અને કિંમતી ઘરેણાં, બોરવેલની પાઇપો,ઘરવપરાશનો તમામ સરસામાન અને અનાજ બળી ને ખાખ થઈ ગયું હતું જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી,પરંતુ આગને કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.

Back to top button
error: Content is protected !!