KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના પરણિત બહેન ની મદદે આવી અભયમ ટીમ હાલોલ

 

તારીખ ૧૧/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એક ગામમાંથી પરણિત મહિલાનો ૧૮૧ મહીલા હેલ્પ લાઈન મા કોલ આવેલ કે ૩૦ વર્ષ ના લગ્નજીવન દરમિયાન મારા જેઠ શક વહેમ કરી ઝઘડો કરેલ હોય જે દ્વારા પીડિત બહેન તાત્કાલિક ૧૮૧ મહિલા અભયમ ની મદદ માંગી.મહિલા ૧૮૧ અભયમ હાલોલ ની ટીમ તાત્કાલિક કાલોલ ગામ ના પરણિત બહેન ની રજુયાત ને ધ્યાન પર લઇ ને ઘટના સ્થળ પર પોહ્ચ્યા.ત્યાર બાદ જેમની પૂછ પરછ કર્તા બેહન દ્વારા જણાવેલ કે મારે સંતાન માં કઈ નહિ હું મારા પતિ સાથે જીવન ગુજારું છું અને મારા જેઠ મારા પર શક કરી ને ખોટા આક્ષેપ નાંખે છે. જેવી રજુયાત કર્તા ૧૮૧ મહિલા ટીમ દ્વારા બને પાર્ટી ને બોલાવી અને સમજાવટ કરી અને પરણિત મહિલા અને તેમના જેઠ વચ્ચે સમાધાન કરી ને સુખદ અંત લાવ્યા.

Back to top button
error: Content is protected !!