હાલોલ:મળી આવેલા એક મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ ટીમ હાલોલ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૧૦.૨૦૨૫
ગત રોજ એક જાગૃત નાગરિક એ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે એક મહિલા રોડ પર ફર્યાં કરે છે જેઓ ને મદદ રુપ બનવા જણાવતાં અભયમ રેસકયું ટીમ હાલોલે સ્થળ પર પહોંચી તેઓ સાથે વાતચિત કરતા તેઓ કોઈ માહિતી આપી શકયા ન હતા આ મહિલા ને સુરક્ષા ની જરૂર જણાતા સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે આ ફોટો વાળા મહિલાની કોઈ ને જાણકરી મળે તો અભયમ સૂત્રો નો સંપર્ક કરવા વિનંતી છે.
મળતી માહિતિ મુજબ કાલોલમાં એક જાગૃત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પ લાઈન માં કૉલ કરીને જણાવેલ કે અજાણ્યા મહિલા સવારથી ગામમાં આસપાસ ફર્યા કરે છે અને ગામની બહેનોને મારપીટ કરે છુટા પથ્થરો મારે છે અને ગાળો બોલે છે.હાલોલ 181 અભયમ ટીમે થર્ડ પાર્ટી જણાવેલ સરનામે સ્થળ પર પહોંચેલ અને મહિલાનું કાઉન્સિલિંગ કરતા તેઓ તેમના વિશે કોઈ માહિતી આપી સકે તેમ ના હોય.તેઓને કોઈ નુક્શાન થાય નહી અને તેઓ પણ ગામની બહેનોને નુકશાન પહોંચાડી શકે નહીં કારણ કે તેઓ રોડ વચ્ચે બેસતા ,ફરતાં હતાં અને ગામની બહેનો ખેતરોમાં ઘાસચારા માટે આવેલ આજુબાજુમાં ખેતરો માં જય તેઓને પકડી મારામારી કરે છે ગામમાં રહેતા લોકોને જાણ થતા અવાર નવાર તેમને પકડી ને બાજુ પર લાવતા હતાં.અન્ય વ્યકિત ને કોઈ નુક્શાન થાય નહી તે માટે અજાણ્યા મહિલા ને સુરક્ષિત આશ્રય માટે ઓ.એસ.સી મા રાખવામા આવેલ છે રહે છે.અભયમ ના આ માનવતાવાદી કાર્ય થી લોકો એ અભયમ સેવાને બિરદાવી હતી.





