KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ખંડેવાડ ગામના એક ઈસમે નર્મદા કેનાલના વહેતા પાણીમાં લગાવી છલાંગ, ફાયર ટીમે શરૂ કરી શોધખોળ.

 

તારીખ ૦૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખંડેવાળ ગામના એક યુવકે ડેરોલ ગામથી પાંડુ તરફ જતાં માર્ગ પર આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા વચ્ચે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી છે.પ્રાથમિક માહિતી મુજબ, આજે બપોરના સમયે ખંડેવાળ ગામના એક ઈસમ પોતાની બાઈક લઈને ડેરોલ–પાંડુ રોડ પર આવેલી નર્મદા કેનાલના બ્રિજ પર પહોંચ્યા હતા. તેમણે પોતાની બાઈક બ્રિજ પર મૂકી કેનાલના વહેતા પાણીમાં ઝંપલાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બ્રિજ પર બાઈક મળી આવતાં પરિવારજનોએ કાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ કાલોલ તથા હાલોલ ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી નર્મદા કેનાલમાં યુવકની શોધખોળ શરૂ કરી છે.કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી પડકારજનક બની છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના ગામોના લોકો અને રાહદારીઓ પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે કેનાલના બ્રિજ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!