HALOLPANCHMAHAL

હાલોલમાં ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડામા વધુ એક કાર ફસાઈ,નગરજનો માટે ગટર યોજના બની માથાનો દુખાવો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૬.૨૦૨૪

હાલોલ નગર સહિત પંથકમા મંગળવારે વહેલી સવારે વરસેલા વરસાદને લઈ હાલોલ નગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી માં બેદરકારની પગલે નગરના માર્ગો પર વાહન ચલાવવાનું તો ઠીક ચાલીને જવા માં પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત સ્કૂલમાં જતા બાળકોને પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે.જેના પગલે નગરજનો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આજે પણ નગરના ગોધરા રોડ પર આવેલ ભરોણા વિસ્તારમાં એક કાર ફસાઈ ગઈ હતી.નગરના ગોધરા રોડ પર આવેલ ભરોણા ફળિયા જવાના જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટર યોજનાને લઇ ખોદેલા ખાડામાં ઇજારદાર દ્વારા ખોદેલા ખાડામાં પુરાણ બરાબર નહિ કરતા આખા રસ્તા ઉપર વરસેલા વરસાદને લઈ ભરોણા ફળિયા તરફ જવાનો રસ્તો બેસી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અને એક કાર ફસાઈ ગયા હતી. હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના માં ઇજારદાર દ્વારા નગરના તમામ રોડ રસ્તા ઉપર ભૂગર્ભ ગટર ની પાઇપ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવે છે.જે ખોદેલા ખાડામાં પુરાણ બરાબર કરવામા આવતું ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાસવારે કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા રહે છે.આજે મંગળવારે સવારે વરસેલા વરસાદને કારણે નગરના ગોધરા રોડ પર આવેલ ભરોણા વિસ્તારમાં થોડા સમય થી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ચાલી રહી છે.તેમાં પણ યોગ્ય પુરાણ કરવામા ન આવતા જેમાં આજ રોજ વરસેલા વરસાદને લઈ રસ્તો મોટા પ્રમાણમાં બેસી ગયો હતો. જેને લઇ તે વિસ્તારમા રહેતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.ઉપરાંત શાળાએ જતા બાળકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં એક કાર પણ ફસાઈ ગઈ હતી. ભૂગર્ભ ગટર યોજના ના ઇજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાની ઘણી ફરીયાદો ઉઠવા પામી છે.છતા પણ વહીવટી તંત્ર દ્વારા કોઈજ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા પણ અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. લાગતું વળગતું તંત્ર શું કોઈ દુર્ઘટના ઘટશે પછી હરકતમાં આવશે જેવા અનેક પ્રશ્નો નગરજનોને ઉદભવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!