બેઢિયા જલારામ મંદિરે સાંસદ રાજપાલસિંહની હાજરીમાં ‘મન કી બાત’ નિહાળી એક પેડ માં કે નામ’ અંતર્ગત કર્યું વૃક્ષારોપણ.

તારીખ ૨૭/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢિયા ગામ ખાતે આવેલા શ્રી જલારામ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને’મન કી બાત’ ના સમાપન બાદ આયોજિત “ટિફિન બેઠક” માં તમામ કાર્યકર્તાઓએ સાથે મળીને ભોજન લીધું. આ બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકર્તાઓ દ્વારા મંદિરના પટાંગણમાં વડાપ્રધાનના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે સ્થાનિક આગેવાન અને કાલોલ તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ એ જણાવ્યું કે, ‘મન કી બાત’ જેવા કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનના વિચારો સીધા કાર્યકર્તાઓ સુધી પહોંચે છે અને તેનાથી સમાજ અને રાષ્ટ્રનિર્માણમાં નવી ઉર્જા મળે છે.









