ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યો મોભી: પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલની વિદાયથી કાર્યકરો અને ગામજનો શોકમગ્ન.

તારીખ ૧૨/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પંચમહાલ જીલ્લા ના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ના નિધન ગામજનો અને કાર્યકરો માં શોક ની લાગણી છવાય કાલોલ તાલુકાના વેજલપુર ગામના વતની અને પંચમહાલ જીલ્લા ના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી માંદગી ના કારણે દવાખાના માં હતા એડમિટ લાંબા સમયથી ચાલી રહેલ સારવાર દરમિયાન થયું તેમનું નિધન પંચમહાલ જીલ્લા ના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ના નિધન ના સમાચાર મળતા ગામજનો તેમજ પંચમહાલ જીલ્લા ના સાંસદ કાલોલ ધારાસભ્ય સહિત અનેક કાર્યકરોએ દુઃખ ની લાગણી વ્યક્ત કરી અશ્વિન કાકા થી જાણીતા નેતા ગામજનો અને ભારતીય જનતા પાર્ટી એ ગુમાવ્યા અશ્વિન કાકા જેવા નેતા ની ખોટ હંમેશા રહેશે ભારતીય જનતા પાર્ટીના નેતા અનેક કાર્યકરો અને ગામજનો એ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી શોકગ્રસ્ત લાગણી વ્યક્ત કરી પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.








