KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગર ખાતે શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી અંતર્ગત”કુસુમ કુંજ “નુ ભુમી પુજન કરવામાં આવ્યુ.

 

તારીખ ૧૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

નિકુંજ નાયક પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી અત્રે ની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના બાંધકામ ની કામગીરી દરમ્યાન હવેલી પાછળ આવેલ લાગુ મકાન ગો.વા.મંજુલા બેન જગમોહનદાસ શાહ ના મનોરથ સ્વરૂપે “ કુસુમ કુંજ “ ના ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતુ , હવેલી ના ગાદીપતિ પુ.પા.ગોસ્વામી ડૉ.શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના વરદ હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના સુખાર્થે દુધઘર, બાલભોગ, જલપાન , પાનઘર નું નિર્માણ કરવામાં આવશે,ભુમી પુજન કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!