પંચમહાલ LCB પોલીસની મોટી સફળતા, સિકલીગર ગેંગનો સાગરીત ₹૮.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, ૪ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૭.૨૦૨૬
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ની ટીમે હાલોલના ગોપીપુરા ચાર રસ્તા પાસેથી સીકલીગર ગેંગના એક સાગરીતને ચોરીના રૂપિયા ૬,૯૩,૦૫૫/- ના સોના ચાાંદીના દાગીના તથા રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૮,૪૩,૦૫૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પંચમહાલ સહીત ભાવનગર સાબરકાંઠા જિલ્લાની ઘરફોડ ચોરીના ચાર ભેદ ઉકેલ્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી ના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસન ના ઓ એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઇ એ.બી. વોરા નાઓને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા બાબતે સૂચના અને માર્ગ દર્શન અપાતા તે મુજબ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ની ટીમ વોચમાં હતી દરમ્યાન ટીમના કેતનકુમાર દેવરાજભાઇ ને હ્મુમન સોર્સીસના આધારે માહીતી મળેલ કે વડોદરાના સાંકળદા બસ સ્ટેન્ડ પાસે રહેતા અજયસિંહ બીરસિંગ સીકલીગર નાઓએ કોઈ જગ્યાએ થી ચોરી અથવા છટકપત થી મેળવેલા સોના ચાંદીના ઘરેણાં વેચાણ કરવા માટે મોટર સાઇકલ પર વડોદરા થી નીકળી પાવાગઢ તરફ જનાર હોવાની પાક્કી બાતમી મળતા તે બાતમીના આધારે પોલીસ વોચ રાખી હતી.દરમ્યાન અજયસીંગ સીકલીગર હાલોલ ના ગોપીપુરા ચાર રસ્તા પાસેથી પસાર થતા તેને ઝડપી પાડી તેની પાસે તપાસ કરતા ૧ સોનાની ચેન પેન્ડલ સાથેની, ૧ સોનાની માળા, ૧ સોનાનું ડોકયુ, ૨ જોડ સોનાની બુટ્ટી, ચાંદીના છડા,ચાંદીના વેડ મળી કુલ રૂપિયા ૬,૯૩,૦૫૫/- ના સોના ચાાંદીના ઘરેણાં રૂ.૧,૫૦,૦૦૦/- રોકડા અને બાઈક મળી કુલ રૂપિયા ૮,૪૩,૦૫૫/- ના મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે તેની ભાષામાં પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આથી પાંચ દિવસ પહેલા પકડાયેલા આરોપી સોનુસીંગ પ્રતાપસીંગ તીલપીતીયા (સીકલીગર) નાઓની સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, મટોડા ગામે રોડની બાજુમાં આવેલ એક બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની ચોરી કરી હોવાનું જણાવેલ તેમજ આથી વીસ દિવસ પહેલા હાલોલ ની સંત નગર સોસાયટીમાં આવેલ એક બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.આ ઉપરાંત દોઢ મહિના પહેલા ભાવનગર ખાતે માનસરોવર સોસાયટીમાં અને નારી પાસે સોસાયટીમાં ચોરી કર્યા હોવાનું કબલ્યું હતું. પોલીસ ના હાથે ઝડપાયેલ અજયસિંહ સીકલીગર નો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેની વિરુદ્ધ ખેડા જિલ્લાના ચકલાસી, આણાંદ જિલ્લાના આાંકલાવ, મહીસાગર જિલ્લાના લુણાવાડા, તેમજ કાંકણપુર પોલીસ મથકે અલગ અલગ ગુના હેઠળ કેસ નોંધાયેલા છે.ગુનામાં સંડોવાયેલા સહ આરોપીઓ સોનુસીંગ પ્રતાપસીંગ તીલપીતીયા (સીકલીગર) રહે દોડકા જી. વડોદરા, અમરસીંગ ઉર્ફે પાપે લોરસીંગ બાવરી ( સીકલીગર ) રહે મહાનગર સોમા તળાવ વડોદરા, કબીરસિંગ સતનામસિંગ બાવરી ( સીકલીગર ) નિઝામપુરા વડોદરા,રગબીરસીંગ બીરસિંગ સીકલીગર ( ટાંક ) સાંકળદા બસ સ્ટેન્ડ પાસે વડોદરા હોવાનું જાણવા મળ્યું છે.









