KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ, ટાંકી ફુલ કરાવવા માટે લોકોની દોડધામ.

 

તારીખ ૧૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં આજે પેટ્રોલ પંપો પર ગત સાજ થી વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક અને વ્યવસ્થાના પ્રશ્નો સર્જાયા હતા.શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર સવારથી જ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની લાંબી કતારો લાગી હતી.ઈંધણ ખૂટી જવાની આશંકા અથવા અન્ય કોઈ કારણોસર લોકોમાં ઉતાવળ જોવા મળી હતી, જેના કારણે પંપ પર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. મુખ્ય માર્ગો પર આવેલા પંપોની બહાર વાહનોની લાઈનો રોડ સુધી લંબાઈ હતી, જેના કારણે અન્ય રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.સ્થિતિને થાળે પાડવા માટે કેટલાક સ્થળોએ પંપ સંચાલકોએ વ્યવસ્થા જાળવવા પ્રયાસો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!