હાલોલના મુખ્ય તળાવની બહાર આવેલ અરાદ રોડ પરથી ડીકંપોઝ થયેલી ઈસમની લાશ મળી આવતા ચકચાર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૯.૨૦૨૪
હાલોલ ગામ તળાવ ના અરાદ રોડ પર ના કિનારા થી તળાવ ના પાણી ઓવરફ્લો થતા પાણી માંથી અજાણ્યા ઈસમ ની પ્લાસ્ટીક ના કોથડા માં વિટાયેલી વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ હાલોલ ટાઉન પોલીસ ને થતા ઘટના સ્થળે પોહચી મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે મોકલી આપી આ ઈસમ કોણ છે તેની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઈસમને કોઈએ હત્યા કરી પ્લાસ્ટીકના કોથળામાં ભરી તળાવમાં નાખી દીધો હોય તેમ લાગી રહ્યું છે.જો કે સત્ય હકીકત પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે.બનાવ ની વિગત એવી છે કે આજે અરાદ રોડ પર જ્યાંથી તળાવ નું પાણી નીકળે છે તે જગ્યાએ વહેતા પાણીમાં પ્લાસ્ટીક ના થેલામાં વિટાયેલી હાલતમા દુર્ગંધ મારતી હોવાથી તેમાં કોઈ મૃતદેહ હોય તેવું તે વિસ્તારમાં રહેતા લોકો અને રાહદારીઓ ને લાગતા તેઓ એ હાલોલ ટાઉન પોલીસ ને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. કોઈ લાશ કોથળામાં થી મળી તેવી વાત ફેલાતા ત્યાં લોક ટોળા જામ્યા હતા.પોલીસે તે પ્લાસ્ટીક થેલા માં શું છે તેની તપાસ કરાવતા તેમાં મનુષ્ય ના હાડકા ( હાડપિંજર ) જણાઈ આવતા તેને પાણી માંથી બહાર કાઢવામાં આવી હતી આ મૃતદેહ બે ભાગ માં હતો. પોલીસે ડીકમ્પોઝ હાલતમાં મળેલ લાશ ને રેફરલ હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. અને તેની ઓળખ માટે ડીએનએ સેમ્પલ મેળવી આ અજાણ્યું ઈસમ કોણ છે,ક્યાંથી આવ્યું હશે, તેની ઓળખ છતી કરવા ના પ્રયાસો હાથ ધર્યા છે.જોકે આવી હાલતમાં લાશ મળી આવતા તેની હત્યા કરી તેને કોથળામાં નાખી તળાવમાં નાખી દેવામાં આવ્યા હશે તેવી તર્ક વિતર્ક લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે સત્ય હકીકત પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે. હાલ પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.