PANCHMAHALSHEHERA

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતો માટે જમાવટ

 

પંચમહાલ શહેરા:-

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓના રંગ જમવા લાગ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવનાર ગ્રામ પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

 

શહેરા તાલુકાની 31 ગ્રામ પંચાયતો માટે સરપંચપદ માટે કુલ 121 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે, જ્યારે વોર્ડ સભ્યપદ માટે 496 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. મતદારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીની કસરત હાથ ધરાઈ છે.

 

સાથે સાથે શહેરા તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં સરપંચપદ માટે 11 ફોર્મ અને વોર્ડના 3 ફોર્મ ભરાયા છે.

 

આ સંદર્ભે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને દરેક પક્ષના કાર્યકરો પોતપોતાની ટિકિટ મેળવવા અને પ્રચારમાં આગળ રહીને સક્રિય બન્યા છે.

 

ચુંટણી કમિશન તરફથી શાંતિપૂર્ણ અને સ્વચ્છ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!