ડૉ.મુખર્જી જન્મજયંતીએ ભાજપ યુવા મોરચાની રક્તદાન શિબિર,40 બોટલ રક્ત એકત્ર,સાંસદ રાજપાલસિંહે વધાવ્યો યુવાનોનો ઉત્સાહ.

તારીખ ૦૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તેમજ પોલિકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ દ્વારા જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીની ઉજવણી સેવાકાર્ય થકી કરવામાં આવી. આ નિમિત્તે આજ રોજ કાલોલ નગરપાલિકા સભાખંડમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જ્યાં સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં “એક બોટલ લોહી કોઈનું જીવન બચાવી શકે છે” ના સૂત્રને સાર્થક કરતા મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યાંસાંસદ રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, ભાજપ શહેર ઉપપ્રમુખ મોન્ટુ ગોસાઈ, શહેર ભાજપ યુવા પ્રમુખ જયુભાઇ રાણા, ભાજપ યુવા મહામંત્રી મિત કાછિયા અને હેમુ દરજી, લઘુમતી મોરચાના ઇકબાલશા દીવાન સાથે ભાજપના કાર્યકર્તાઓ, નગરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ચીફ ઓફિસર સંજય પટેલે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ શિબિરમાં અંદાજીત 40 બોટલ રક્ત એકત્રિત થયું હતું. સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કરનાર તમામ યુવાનોને બિરદાવીને તેઓનું ઉત્સાહ વધાવ્યો હતો. આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ એ જણાવ્યું કે ડૉ. મુખર્જીના રાષ્ટ્રસેવાના વિચારોને ચરિતાર્થ કરવા યુવા મોરચા હંમેશા આવા સેવાકાર્યો કરતું રહેશે.તેવી આશા વ્યક્ત કરી હતી.


brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;






