KALOL(Panchamahal)PANCHMAHAL

વાત્સલ્યમ્ સમાચાર નાં અહેવાલ નો પડઘો બોરું ટનિંગ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકાયા.સાઈન બોર્ડ મુકવા માંગ

તારીખ ૨૮ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

તાજેતરમાં જ કાલોલ શહેરના બોરૂ ટનિંગ વિસ્તાર અને આસપાસ આવેલ રેફરલ હોસ્પિટલ અને સર્કીટ હાઉસ તથા આઈ ટી આઈ તરફ જતા દરમ્યાન સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા છે અને ઘણા બધા લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જેમાં સ્થાનિક વકીલ હસમુખભાઇ મકવાણાએ પણ વારંવાર રજૂઆત કરી હતી અને કાતોલ ખાતેની ગ્રામ સભામાં પણ રસ્તા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે કાલોલ તરફ આવતા હાઇવે પર સંભવિત અકસ્માત ઝોનનાં બોર્ડ મૂકવા ઉપરાંત સ્પીડ બ્રેકર ની પણ જરૂરિયાત નો અહેવાલ વાત્સલ્યમ્ સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ.આ ઉપરાંત બોરૂ, કાતોલ અને ભાદરોલી નાં સરપંચ સહિત એક સ્થાનીક પત્રકાર વિરેન્દ્રભાઇ મહેતા દ્વારા રસ્તા બાબતે મામલતદાર કચેરીએ કેસ પણ દાખલ કરેલ જેના પરીણામે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે જેને પરિણામે સ્થાનિક લોકો એ પ્રત્રકાર મિત્રો નો આભાર વ્યક્ત કરી રાહત નો શ્વાસ લીધો છે ત્યારે રોડ ની બીજી બાજુ પણ સ્પીડ બ્રેકર મુકાય તે પણ જરૂરી છે અને તે અંગેના સાઈન બોર્ડ અને પટ્ટા મુકવા ની જરૂર છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!