કાલોલ તાલુકા પંચાયત ખાતે તલાટી અનિલભાઈ ગોસ્વામીને વયનિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૦૧/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની સણસોલી ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અનિલભાઈ ગોસ્વામીના વયનિવૃત્તિ નિમિત્તે કાલોલ તાલુકા પંચાયત ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તલાટી મંડળના સભ્યોએ અનિલભાઈ ગોસ્વામીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. ઉપસ્થિતોએ તેમના લાંબા અને નિષ્ઠાવાન સેવાકાળને યાદ કરી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યાં વક્તાઓએ જણાવ્યું હતું કે અનિલભાઈ ગોસ્વામીએ પોતાની ફરજ દરમિયાન ગ્રામજનોને પારદર્શક અને જવાબદારીપૂર્વક સેવા આપી હતી. તેમની સરળતા, કાર્યનિષ્ઠા અને સૌહાર્દપૂર્ણ સ્વભાવને કારણે સહકર્મચારીઓ તેમજ ગ્રામજનોમાં તેઓ લોકપ્રિય રહ્યા હતા.અંતમાં અનિલભાઈ ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સેવાકાળ દરમિયાન મળેલા સહકાર અને સ્નેહને તેઓ હંમેશા યાદ રાખશે. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.







