HALOLPANCHMAHAL

હાલોલ:બાસ્કા પ્રાથમિક શાળા મા શિક્ષિકા કોકિલાબેન વય નિર્વુત થતા વિદાય સમારંભ યોજાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૫.૨૦૨૬

હાલોલ તાલુકા ના બાસ્કા ગામ ખાતે આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ ગોધરા સંચાલિત પગારકેન્દ્ર પ્રાથમિકશાળા આવેલી છે,જેની સ્થાપના ૨૮/૧૨/૧૯૪૪ ના રોજ થઇ હતી.જેનુ સિંચન અનેકો એવા વિદ્વાન શિક્ષક અને શિક્ષિકા મિત્રો એ કરી નેં તેને આજ દિન સુધી એટલે કે આશરે ૮૨ થી ૮૩ વર્ષ સુધી આગળ ધપાવી છે જેના પરિણામ સ્વરૂપે આપણે અને આપણી આવનારી પેઢી શિક્ષા જેવી મૂલ્યવાન સંપત્તિ નેં છેલ્લા ૮૩ જેટલાં વર્ષો થી ગ્રહણ કરી રહ્યા છીએ, અને આગળ પણ તેનું લાભ આપણ નેં આ શાળા થકી મળતું રહેશે.જ્યારે ગુરુવાર ના રોજ પ્રાથમિક શાળા ખાતે છેલ્લા 33 વર્ષ થી અડીખમ અને અટુટ હાઝરી સાથે ફરજ બજાવતા એવા આખા બાસ્કા ગામના શાળાવતી વિદ્યાર્થીઓ ના મનગમતા શિક્ષિકા કોકિલાબેન કાળીદાસ પટેલનું અશ્રુભીનું વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિકશાળા ના શિક્ષકગણ,વિદ્યાર્થીગણ અને બાસ્કા ખાતેથી વડીલો તથા વાલિગણ હાજર રહ્યા હતા.જયારે બાસ્કા ખાતે ના બાસ્કા બે તાલુકા પંચાયત ના હાલ ચૂંટાયેલા સભ્ય સાહિસ્તાબનું કાદરઅલી મકરણી, હાલોલ લઘુમતી મોરચા ના મંત્રી જુબેરઅલી મકસુદલી મકરાણી, માજી સરપંચ, હાલના ડે.પ્યુ.સરપંચ નવીનભાઈ,સામાજિક કાર્યકર ઈરફાનભાઈ તથા હાઈસ્કૂલ તથા અન્ય શાળાઓના ના શિક્ષક મિત્રો અને આચાર્ય સ્મિત સાથે બેન નેં પુષ્પગુંચ્છ અર્પણ કરી નેં આભાર વ્યક્ત કર્યું હતું અને વય નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!