આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્ત્કની ગોધરા ખાતેની કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થીઓનું GATE-2025 માં શ્રેષ્ઠ પ્રદર્શન
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય,ગોધરાના બી.ટેક.(એગ્રી. એન્જીનીયરીંગ)ના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ માર્ચ-૨૦૨૫માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે લેવાયેલ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઈન ઈજનેરી (GATE-2025) લેવાયેલ સ્પર્ધાત્મક પરિક્ષામાં અંકિતકુમાર ૬૯ ક્રમે, કૃણાલ રાયપુરા ૭૪ ક્રમે, સ્વપ્નારાણી પ્રધાન ૮૩ ક્રમે અને ભાસ્કર તિવારી ૧૦૯ ક્રમે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિદ્ધિ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.કે.બી.કથિરિયાએ સફળ વિદ્યાર્થીઓને આર્શીવાદ અને અભિનંદન પાઠવ્યા હતા. કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના આચાર્ય અને વિધ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ. આર.સુબ્બૈયાએ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે તક મળી રહે અને કોલેજ માટે પ્રગતિશીલ અભિગમ અપનાવી તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ગોધરા ખાતેની કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી કોલેજના ફેકલ્ટી સભ્યોની અવિરત મહેનત અને વિદ્યાર્થીઓની અટલ પ્રતિબદ્ધતાએ આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવવામાં મહત્વની ભૂમિકા અને સતત પ્રેરણાનું પરિણામ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની શૈક્ષણિક નીતિઓ અને આધુનિક સુવિધાઓએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે પ્રેરિત કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
*********