PANCHMAHALSHEHERA

ગોધરા:- પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોટડા ગોધરા માં બી-ફોર નવરાત્રી યોજાઈ

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

તારીખ 1/10/2024 ના રોજ પંચશીલા આર્ટ્સ સાયન્સ કોલેજ કોટડા ગોધરા માં બી – ફોર નવરાત્રી યોજાઈ કોલેજના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત નવરાત્રીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌપ્રથમ માઁ અંબાની આરતી ઉતારી અને ગરબાના તાલે તમામ વિદ્યાર્થીઓ ગુમ્યા હતા. તારીખ 3/10/24 થી માઁ અંબાની આસો નવરાત્રી ચાલુ થતી હોવાથી વિદ્યાર્થીઓમાં એક આસ્થા અને આપણી પરંપરાગત સંસ્કૃતિ જળવાઈ રહે તે સંદર્ભે પંચશીલ કોલેજ કોટડા દ્વારા બી-ફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગના વિદ્યાર્થીઓ સહભાગી થયા અને સ્ટાફ પણ શક્તિની આરાધના કરી ગરબે ગુમ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનો ઉત્સાહ ખૂબ જ અનેરો હતો. સાંસ્કૃતિક વિભાગના કોર્ડીનેટર પ્રોફેસર પ્રતિકકુમાર શ્રીમાળી સહ કૉ – ઓર્ડીનેટર પ્રા.પારૂલબેન પટેલ અને કોલેજ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો.વિનોદભાઇ પટેલીઆ તેમજ તમામ નોન ટીચિંગ સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!