PANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા દ્વારા SSC અને HSC ની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને પરીક્ષાની સફળતા માટે હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે આવેલ જી.વી.એસ હાઇસ્કૂલ અને ઉ.મા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષા આપવા આવેલ તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે શરૂવાતમા બોર્ડની પરીક્ષા આપવા આવેલ તમામ વિદ્યાર્થીઓના કપાળે કંકુ ચાંદલો કરી હાથમાં પુષ્પગુચ્છ અર્પણ કરી ચોકલેટ આપી મોં મીઠું કરાવીને પરીક્ષાખંડમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લા પંચાયત ના પ્રમુખ રેણુકાબેન ડાયરા એ વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતુંકે પરીક્ષા કસોટી કે સ્પર્ધા એ જીવનનો એકમાત્ર ભાગ છે. ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસ જીવનની કારકિર્દીનો અતિ મહત્વના વર્ષો છે. આપ અતી મહત્વનાં વર્ષમાંથી પસાર થઈ રહ્યાં છો ત્યારે આપ પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો ભવિષ્યમાં ડોક્ટર, એન્જિનિયર, આઈએએસ. કે અન્ય વિભાગમાં કારકિર્દી બનાવી દેશની સેવા કરો તેવી અંત: કરણ પૂર્વક શુભેરછાઓ પાઠવું છું તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ગોલ્લાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શનાભાઈ પરમાર, જી.વી.એસ હાઇસ્કૂલ અને ઉ.મા. શાળાના પ્રિન્સીપાલ, ખંડનીરિક્ષક, તેમજ આરોગ્ય વર્કર F.H.W સરિતાબેન રાવળ,M.P.H.W કલ્પેશભાઈ પટેલ સાથે શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!