HALOLPANCHMAHAL

હાલોલ માં પતિ-પત્નીનું સુખદ સમાધાન કરાવતી હાલોલ અભયમ 181 મહિલા હેલ્પલાઈન ટીમ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૬.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક સીટી વિસ્તારમાંથી મહિલાનો કૉલ આવેલ અને જણાવેલ કે મારા પતિ મને ઘરે આવી મારઝૂડ કરે ,ગાળો બોલે છે જેથી અભયમ 181મહિલા હેલ્પલાઈન ની જરૂર છે તેમ.કૉલ આવતાની સાથે તરતજ 181 અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન ટીમ સહિત ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.પછી પીડિત મહિલા સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે તેમના પતિ ને ગુટખા,પાન મસાલાનું તેમજ નશા જેવા વ્યસન કરે છે.તેમજ તેમનો 17 વર્ષ નો દિકરો બીમારીમાં મૃત્યુ પામેલ છે અને બે દિકરીઓ છે તેના કારણે પતિ કંપનીમાંથી ઘરે આવીને રોજ ગાળો બોલે અને તું બંને દિકરીઓ લઇને ઘરેથી નીકળી જા તેમજ તું વાંઝણી છે તેમ કહી વાંઝિયા મહેણાં મારે છે અને તેમની જરૂરિયાતો પૂરી પાડતા નથી ખરાબ ખરાબ શબ્દો બોલીને અપમાન કરે છે જે થી પીડિતા મહિલાની આ વાત સાંભળીને તેઓના પતિ નુ કાઉન્સિલીંગ કર્યું હતું.પછી તેમાં જાણવા મળ્યું હતું કે તેઓ બે દિવસ ઘરે રહેતા અને ચાર દિવસ કંપનીમાં જાય અને ઘરે નશાની હાલતમાં આવે છે. અને પીડિતા બહેન પણ કંપનીમાં જયને કામ કરી તેમનું ગુજરાન ચલાવે છે જ્યાં તેમના પતિ એ તેમની સાથે દિકરો રહ્યો નથી તેથી પત્ની ને ગાળો બોલી ઘરમાંથી નીકળી જવાનું કહેતા હતા. જેથી પીડિત મહિલાના પતિને સમજાવેલ કેમ કે કોઈ બીજા ની વાતમાં નય આવે.બે દિકરીઓ નું ધ્યાન રાખવું સંપીને રહેવા જણાવેલ.તેમજ ઘરેલું હિંસા અધનિયમ 2005 મુજબ સમજાવેલ અને કાનૂની માહિતી આપી હતી. સલાહ સૂચન અને માર્ગદર્શન આપી પતિ પત્ની નું સુખદ સમાધાન કરાવ્યું હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button