હાલોલ-ચાર કલાકમાં છ ઇચ વરસાદ થતા પાણી પાણી,કોઠી ફળિયાની મહિલા કેબીન સાથે તણાઈ જતા કરુણ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૬.૨૦૨૫
હાલોલ માં મંગળવાર ના રોજ બપોર ના એક વાગ્યા થી ધમાકેદાર શરુ થયેલ ભારે વરસાદ ને લઇ નગર ના તમામ વિસ્તાર માં પાણીં પાણી થઇ ગયું હતું.નગર ભરમાં અતિ ભારે વરસાદ માં ચાર કલાકમાં છ ઈંચ વરસાદ થતા નગર ના મોટા ભાગ ના વિસ્તારમાં પાણી ભરાઈ જતા બેટમાં ફરવાઈ ગયા હતા. જેમાં કેટલાક ઘરોમાં તેમજ દુકાનોમાં પણ પાણી ભરાઈ હતા.દરેક રોડ ઉપર ગુઠણ સમા પાણી વહેતા કેટલાક ટૂવીલર વાહનો પણ તણાયા હતા. કુદરત સામે માનવ સિસ્ટમ થાપ થઇ ગઈ હતી. પાણી ભરાઈ ગયેલા વિસ્તારના રહીશોના જીવ તારવે ચઢી ગયા હતા. અતિ ભારે વરસેલા વરસાદ ને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. નગર માં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે નગર ના દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા આ વિત્તરના રહીશો વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જયારે પાવાગઢ તરફ થી યમુના કેનાલ દ્વવારા આવતા પાણી નો પ્રવાહ વધી જતા હાલોલ પાવાગઢ રોડ પર આવેલ કોઠી ફળિયા પાસે કેબીનમાં બેઠેલી 50 વર્ષીય હસીના રઝાક લીમડિયા નામની મહિલા કેબિન સાથે તણાઈ ગઈ હતી.તેઓની શોધખોળ કરતા થોડે દૂર રામપુરી ફળિયા પાસે આવેલ કોઝવે નજીક કેબીન સાથે મળી આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે મહિલાએ વરસાદી પાણી વધુ પી જતા તેનું મોત નીપજ્યું હતું.જયારે કાળીભોંય વિસ્તારમાં પાણી ભરાઈ જતા અમને બચાવો તેવા મેસેજ છોડવામાં આવ્યા હતા.જોકે તંત્ર તાબડટોપ પોહચી યોગ્ય સહાય પુરી પાડવામાં આવી હતી.