હાલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા વીએમ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૫
આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વીએમ સ્કૂલ ખાતે આજે શનિવારે હાલોલ તાલુકા વહીવટી તંત્ર અને હાલોલ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’થીમ પર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગનું પ્રશિક્ષણ વીએમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્ય રજનીકાંત ધમલના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, હાલોલ મામલતદાર શમુકેશભાઈ શાહ,હાલોલ નગર પાલિકાના ચીફ ઑફિસર હિરલ ઠાકર અને વી એમ શાળાના વિધાર્થીઓ શિક્ષકો સહિત હાલોલના નાગરિકોએ ભાગ લઇને આવનારી પેઢી માટે પ્રેરણા પૂરી પાડી હતી.જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ યોગને વૈશ્વિક સ્તરે અનોખી ખ્યાતિ અપાવી છે જેને લઈને આ દિવસે સૌ સંકલ્પ કરી આપણે સૌ યોગને અપનાવીશું અને સ્વસ્થ હાલોલ, સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનીશું તેવા સંકલ્પો લીધા હતા.