HALOLPANCHMAHAL

હાલોલ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, અમરાપુરી ગામના કોતરમાંથી ₹1.54 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૭.૨૦૨૬

હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એચ.જાડેજા અને સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. જે.ડી.તરાલ સહિતની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે પી.આઈ. જાડેજાને એક ચોક્કસ બાતમી મળી હતી કે અમરાપુરી ગામે રહેતો રાકેશકુમાર છત્રસિંહ બારીયા ગામની સીમમાં આવેલા એક કોતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખીને તેના વેચાણ કરવાની પેરવી કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કોતરમાંથી ગોવા સ્પીરીટ વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૩૬ બોટલ જેની કિંમત ₹૧૯,૬૨૦ , માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના ૬૨૪ નંગ જેની કિંમત ₹૮૫,૪૮૮ , ગોવા સ્પીરીટ વ્હીસ્કી ૧૮૦ મીલીના પ્લાસ્ટીકના ૩૮૪ કવાટરીયા જેનો કિંમત ₹૩૮,૪૦૦ તથા મેજીક મોમેન્ટ વ્હીસ્કી ૧૮૦ મીલીના પ્લાસ્ટીકના ૪૮ કવાટરીયા જેની કિંમત ₹૧૦,૫૬૦ મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી કુલ ૧,૦૯૨ નંગ દારૂ-બીયરની બોટલો સહિત કુલ ₹૧,૫૪,૦૬૮ નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!