KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની શબનમ સોસાયટીમાં અંધકારનો આતંક.!વારંવાર રજૂઆત છતાં સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં થતાં રહીશો ત્રસ્ત.

 

તારીખ ૧૫/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરની શબનમ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અંધકારમાં જીવવા મજબૂર બન્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર શબનમ સોસાયટીના જાગૃત નાગરિક અલ્તાફભાઇ દ્વારા આ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૦૧/૦૬/૨૦૨૬ના રોજ નગરપાલિકાની નાગરિક ફરિયાદ બુકમાં લેખિતમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૩/૦૬/૨૦૨૬ના રોજ ફરી કમ્પ્લેન લખવામાં આવી હતી. પરંતુ આટલી રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની તસ્દી લેવામાં આવી નથી. જ્યાં સાંજ પડતા જ સોસાયટી સંપૂર્ણ અંધકારમાં ડૂબી જાય છે. જેના કારણે મહિલાઓ, બાળકો અને વડીલોને ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત ચોરી અને ઝેરી જાનવરોનુ ભય સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે જો તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં કરવામાં આવે તો ઉપલા અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ રહીશોએ આપી છે. ત્યારે હવે સવાલ એ છે કે તંત્ર શબનમ સોસાયટીના રહીશોની ફરિયાદને ક્યારે ગંભીરતાથી લેશે?

Back to top button
error: Content is protected !!