હાલોલ – ધોરણ 10 ની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત ના પેપરના બદલે બેઝિક ગણિત નું પેપર અપાતા વિદ્યાર્થીઓમાં રોષ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૩.૨૦૨૫
હાલોલ ખાતે એક શાળામાં હાલમાં ચાલી રહેલી ધોરણ 10 ની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત ના પેપરના બદલે બેઝિક ગણિત નું પેપર અપાતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.એક કલાક અને વીસ મિનિટ બાદ થયેલી ભૂલ જણાઈ આવતા ફરી સાચું પેપેર તો આપ્યું પરંતુ વિદ્યાર્થીઓને એક કલાક અને વીસ મિનિટના બદલે વધારાની ફક્ત વીસ મિનિટ આપતા વિદ્યાથિઓનું પેપેર લખવાનું છૂટી જતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ભારે રોષ સાથે હોબાળો મચાવતા શિક્ષણ ખાતાના અધિકારીએ વાલીઓ ની અરજી લઇ બાળકોને ન્યાય મળશે તેવી હૈયા ધારણા આપી મામલો શાંત પડ્યો હતો.હાલ માં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વવારા સમગ્ર રાજ્ય માં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ચાલી રહી છે.જેમાં આજે ધોરણ 10 માં ગણિત નું પેપર હતું.જેમાં હાલોલ ના ગોધરા રોડ સ્થિત વી.એમ શાહ શાળામાં બ્લોક નંબર 05 ( સી 3 ) માં અંગ્રેજી માધ્યમના 30 વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત નું પેપર હતું. તેમાં ખંડ નિરીક્ષક ની ગંભીર ભૂલ ને કારણે સ્ટાન્ડર્ડ ગણિત ના પેપર ના બદલે બેઝિક ગણિત નું પેપર આપી દીધું હતું. જેને લઇ થોડીક જ વાર માં વિદ્યાર્થીએ ખંડ નિરીક્ષકને ધ્યાન દોર્યું હતું કે આ અમારું પેપેર નથી તેમ છતાં ખંડ નિરીક્ષક એ તેને બૂમો પાડી પરીક્ષા માં બોલવું નહિ તેમ કહી બેસાડી દીધેલ જેને લઇ બીજું પેપર હોવા છતાં વિદ્યાર્થીઓએ જેવું આવડે તેવું લખવાનું શરુ કરી દીધું હતું.ત્યારબાદ એક કલાક ને વીસ મિનિટ પછી ખબર પડી કે ખરેખર પેપર આપવામાં ગંભીર ભૂલ થઇ છે. જેથી ભૂલ થી આપેલ પેપર પાછું લઇ સ્ટાન્ડર્ડ ગણિત નું પેપર આપી ઉત્તર વાહિની માં જે લખેલું હતું તેના ઉપર લીટા દોરવી તે પછી ના પાના ઉપર થી ફરીથી લખવાનું સારું કરવાનું જણાવતા વિદ્યાર્થીઓ એ લખાણનું શરુ કર્યું હતું.પરંતુ જે એક કલાક અને વીસ મિનિટ બગડી ગયો હતો તેની સામે ફક્ત વીસ મિનિટ જેટલોજ સમય વિદ્યાર્થીઓને આપતા તે વિદ્યાર્થીઓ ને ઘણા જવાબો લખવાના છૂટી ગયા હતા.પેપર પૂરું થયા પછી બહાર આવેલા વિદ્યાર્થીઓ એ બનેલી ઘટના અંગે જાણ તેમના વાલીઓ ને કરતા વાલીઓ એ હોબાળો મચાવતા ગોધરા થી શિક્ષણ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.અને વાલીઓને સાંભળી વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ન બગડે તેવા પ્રયાસો કરી શું તેમ જણાવતા વાલીઓએ પોતાના બાળકો સાથે થયેલ અન્યાય બાબતે એક લેખિત અરજી જિલ્લા શિક્ષણ અધિકારી ગોધરા ને સંબોધીને ઝોનલ અધિકારી. કેન્દ્ર સંચાલક તેમજ હાલોલ ટાઉન પોલીસ મથક ને આપી સમય બાબતે વર્ગ ખંડ માં રાખેલ સીસીટીવી કેમેરા માં જોઈ યોગ્ય ઘટતું કરવા બાબતે આપેલ જે અરજી શિક્ષણ ખાતાના અધિકારીએ સ્વીકારી તેઓના બાળકોને કોઈ અન્યાય ન થાય તે માટેની હૈયા ધારણા અપાતા મામલો શાંત પડ્યો હતો.જોકે જોવા જઈએ તો ખરે ખર ભૂલ કોની હશે કેન્દ્ર નિરીક્ષક ની કે વર્ગ નિક્ષકની તે તપાસ માં જ બહાર આવશે, જોકે થયેલ છબરડા ને લઇ વિદ્યાર્થીઓ ઓના ભવિષ્યનું શું તેઓ ને ન્યાય મળશે ? ભૂલ કરનાર જેને શિક્ષણ ખાતા ના અધિકારી સામે શિક્ષાત્મક પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું.જયારે બોર્ડ ની પરીક્ષા શરૂ થાય છે ત્યારે કેન્દ્ર ની બહાર બાળકોના ભવિષ્યના હિતેછુઓ બાળકોને ફૂલ,પેન, મોઢું મિડથું કરાવવા આવનારા તેમજ સુચારુ પરીક્ષા થાય તેવા દવાઓ કરનારા તંત્રના એક પણ અધિકારી કે આગેવાનો બાળકોના ભવિષ્યની આપદા ની ઘડીમાં બે કલાક ચાલેલા હોબાળા દરમ્યાન એક પણ વ્યક્તિ ત્યાં ફરક્યું ન હતું . પરીક્ષા સરું થતા પહેલા માત્ર ફોટો સેસન માટે આવતા લોકો એમની જવાબદારી ભૂલ્યા હોવાનું ભાન ભૂલ્યા હોવાનું ભોગ બનનાર ના વાલીઓ જણાવી રહ્યા છે.