હાલોલ:તાજપુરા ખાતે પ.પૂ.શ્રી દાદાગુરુના સાનિધ્યમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષતામાં 25000 વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૬.૨૦૨૫
શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તેમજ વન વિભાગ પંચમહાલ ના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મલીન પ.પુ.શ્રી નારાયણબાપુ ના આશીર્વાદથી તેમના આશ્રમ પાસે આવેલ શ્રી વિરાટ નારાયણ વન ખાતે આજે બુધવારના રોજ અખંડ નિરાહારી મહાયોગી પ.પૂ.શ્રી દાદાગુરુ ના સાનિધ્યમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં એક વૃક્ષ માં કે નામ એક વૃક્ષ નારાયણ બાપૂજી કે નામ પર્યાવરણ, માનવસેવા એજ પ્રભુ સેવા ના એમ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં 1000 જેટલા સિંદૂર ના વૃક્ષ, સહીત આયુર્વેદિક,તેમજ લોક ઉપયોગી વૃક્ષઓ મળી કુલ 91 પ્રજાતિના 25000 વૃક્ષ રોપણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદસિંહ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, વિધાનસભાના ઉપાધ્ક્ષક જેઠાભાઇ ભરવાડ, પૂર્વ સાંસદ અને વિરાટ નારાયણ વન સંયોજક ભરતસિંહ પરમાર, તેમજ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા,ગોધરાના સાંસદ રાજપાલસિંહ જાધવ,પંચમહાલ જિલ્લાના ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર,નિમિષાબેન સુથાર, સી.કે.રાઉલજી,ફતેસિંહ ચૌહાણ તેમજ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર સહીત ટ્રસ્ટીગણ સહીત મોટી સંખ્યમાં ઉપસ્થિત પૂજ્ય બાપુના ભક્તોએ આ શુભ કાર્ય એવા વૃક્ષદેવતાની પ્રાણપ્રતિષ્ઠાના યજ્ઞ માં આહુતિ આપી 25000 વૃક્ષઓ રોપ્યા હતા. આ અગાઉ 18 /09/2024 ના રોજ 11111 વૃક્ષારોપણ કરી શ્રી વિરાટ નારાયણ વન નું નિર્માણ કરવામાં આવ્યું હતું.યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના વક્તવ્યની શરૂવાત આજે કબીર સાહેબ ની જયંતિ હોવાથી તેમની નિર્ગુણ ભક્તિ ને પંક્તિ ને યાદ કરી તેમને વંદન કર્યા હતા. ત્યારબાદ ઓપરેશન સિંદૂર ની મળેલ સફળતાને લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના જવાનોને સૌ વતી અભિનંદન પાઠવ્યા હતા. ઓપરેશન સિંદુર દેશના જન જન નો મિજાજ બની ગયું છે.આપડે ત્યાં સિંદૂર વન ઉભું કરી આ ઓપરેશનની યાદ સદા કાળ ચિરંજીવ રાખવાનો આયામ લોકોએ અપનાવ્યો છે. આ ઉપરાંત નરેન્દ્રભાઈ મોદી ને વડાપ્રધાનના 11 વર્ષ ના સફળતા પૂર્વક પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તાજપુરાના શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વવારા નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિ ની અખંડ જ્યોત બ્રહ્મલીન પ.પૂ.નારાયણ બાપુજી દ્વવારા શરુ કરવામાં આવી હતી. જે અંતર્ગત આંખો ને લગતા તમામ દર્દોની સારવાર કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 20,45,270 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 8,03,620 દર્દીઓના આંખોના જુદા જુદા રોગોના ઓપરશન કરવામાં આવ્યા છે. જેને લઇ આ ટ્રસ્ટ કામગીરીને બિરદાવી હતી જયારે પ.પૂ.શ્રી દાદાગુરુ એ પણ તેમના વક્તવ્ય માં એક પેડ માં કે નામ ગુરુકે નામ અપડે વૃક્ષઓ પહાડોને પૂજીએ છે.અને તેની ઉપાસના કરીએ છે રામ ચરિત માણસ ને પણ યાદ કરી લોકોને પ્રેરણા આપી હતી અને દરેક મનુષ્ય એ એક વૃક્ષ વાવવું જોઈએ વૃક્ષ ને પૂજન કરવું તેને પાણી પાવું જોઈએ તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત વૃક્ષ રોપાં કર્યું હતું.