ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ દ્રારા ટીંબા પ્રાથમિક શાળા ના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ નું સન્માન.

તારીખ ૧૩/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પૂજ્ય મોરારિબાપુ દ્વારા પુરસ્કૃત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના સૌજન્ય થી દિગ્વિજય સિંહ જાડેજા પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના માર્ગદર્શન થી 26 જેટલા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકના પરિવાર સાથે, અમે આવ્યા તમારે દ્વાર અનુબંધિત બે દિવસીય કાર્યશાળા શિબિર રાખવામાં આવી હતી.જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ. ચિત્રોડ, ધણેજ, હિરણવેલ અને સાગોદ્રા જેટલા ગામમાં પાંચ પાંચ ચિત્રકૂટ એવોર્ડ સાધકો નું ગ્રુપ સાંજે દરેક ગામની શેરીઓમાંથી બાળકો બોલાવી, જાહેર જગ્યાઓ પર, કોઈ વાલીઓના ફળિયામાં, રમતો, રંગપૂરણી, કાગળકામ, સર્જનાત્મક અને રચનાત્મક, કાર્ડ રમતો, બાળવાર્તા, જાદુઇ વિદ્યા, પપેટ શો,અભિનય ગીતો, જેવી કેટલીય સહઅભ્યાસિક વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડેલ. સ્વ ખર્ચે કરેલ આ પ્રકારની શિબિરમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા સાધકોને પ્રમાણપત્ર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાતના 14 જિલ્લા ઓ માંથી ખૂબ દૂરથી શિક્ષકો હાજર રહી. આ સેવા કાર્યમાં જોડાયેલા હતા,ગામના સરપંચ અને આચાર્ય ને વિશ્વાસમાં લઈ આ કાર્યક્રમ યોજાયો. દરેક ગામમાં આ બાળકોને વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ તેમજ બ્રશ અને ટૂથપેસ્ટ, બિસ્કિટ, ચપ્પલ જેવી 15 હાજર રૂપિયાની વસ્તુઓ અલગ અલગ ગામના બાળકોને આપી ને સન્માન કરવામાં આવેલ. ગામના સરપંચ આગેવાનો અને SMC ના સભ્યો તરફથી આ કાર્ય શાળા શિબિર ને ખૂબ આવકાર મળ્યો હતો.આ કાર્યક્રમ ગુજરાત ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં હવે, આ શિબિરો યોજવામાં આવનાર છે. જે વર્ષમાં બે વાર આયોજન થનાર છે.આ શિબિર માં પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળા માંથી સતિષભાઈ પ્રજાપતિ ને પણ પોતાની શાળાની વિવિધ પ્રવૃત્તિ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ હરિભાઈ વાળા ના વરદ હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું હતું.







